Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ

Castor Seed Market Stockists buying castor seeds and bullish mood due to fears of El Nino
Castor Seed Market Stockists buying castor seeds and bullish mood due to fears of El Nino

News Continuous Bureau | Mumbai

 

-D.K.
ધોમધખતા ઉનાળામાં સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનાં વગડામાં જો કાંઇ લીલોતરી દેખાય તો તે એરંડો જ હોય જે ખેડૂતોને(Farmers) ઉનાળામાં આજીવિકા આપી શકે. સૌરાષ્ટ્રમાં નર્મદાની સિંચાઇ સુવિધાથી હવે ચિત્ર બદલાયું છે પરંતુ સાથે જ એરંડાનો રૂઆબ પણ બદલાયો છે. ભારતમાંથી(India) દિવેલની(Castor oil) નિકાસમાં થઇ રહેલા વધારાના કારણે હવે એરંડાનાં(Castor Seed) સ્થાનિક ભાવો ઉપર પણ ડોલરની વધઘટની અસર જોવા મળે છે. માત્ર એક સપ્તાહમાં એરંડાના(Castor seed) સ્થાનિક બજાર ભાવમાં જવા મળેલી ક્વિન્ટલ દિઠ ૧૫૦ રૂપિયાની તેજીમાં ડોલરનો પણ હિસ્સો હોવાનું નિષ્ણાંતો જણાવે છે. ૨૮ મી એપ્રિલે વાયદામાં એરંડાનાં કિવન્ટલ દિઠ ભાવ(Castor oil prices) ૬૪૩૫ રુપિયા હતા જે ૩૦ મી એપ્રિલે વધીને ૬૫૭૫ રૂપિયા થઇ ગયા હતા.

કેલેન્ડર વર્ષ ૨૦૨૬ ના પ્રારંભથી જોઇએ તો એરંડિયાની(Castor Seed) નિકાસનાં આંકડા એટલા પ્રોત્સાહિત નથી. જાન્યુઆરી ૨૦૨૬ માં ભારતે ૪૩૨૩૮ ટનની નિકાસ કરી હતી જે છેલ્લા ચાર વર્ષમાં જાન્યુઆરી મહિનામાં થયેલી નિકાસ કરતા ઓછી હતી. આજ રીતે ફેબ્રુઆરી મહિનામાં ભારતે ૪૪૪૪૮ ટનની નિકાસ કરી હતી જે છેલ્લા ચાર વર્ષની નિકાસમાં સૌથી ઓછી હતી. નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ ના નિકાસનાં આંકડા કદાચ ગત વર્ષની નિકાસ કરતા પાંચ ટકા જેટલા ઓછા પણ આવી શકે છે. એપ્રિલ-૨૫ થી ફેબ્રુઆરી-૨૬ સુધીમાં ભારતે ૫૮૬૫૧૧ ટન દિવેલની(Castor oil) નિકાસ સાથે ૭૯૧૩ કરોડ રુપિયાનું વિદેશી હુંડિયામણ એકત્રિત કર્યુ છે. જે ઉદ્યોગ અને સરકારની અગાઉની ધારણા કરતા ઓછું છે, મતલબ કે નિકાસના બજારમા ખાસ કોઇ તેજીના કારણો દેખાતા નથી.

બજારમાં હાલની તેજીના કારણોમાં એક એક મુદ્દો સ્ટોકનો છે. સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એશોસિએશનનાં અંદાજ પ્રમાણે આ વખતે ભારતમાં ૧૭.૫૦ લાખ ટન એરંડાનું ઉત્પાદન થવાની ધારણા છે. ગુજરાતમાં(Gujrat) ગત વર્ષે ૧૧.૮૩ લાખ ટન એરંડાનું ઉત્પાદન થયું હતું જે આ વખતે આશરે ૧૦ ટકા જેટલા વધારા સાથે ૧૩ લાખ ટને પહોંચવાની ધારણા છે જ્યારે રાજસ્થાનમાં ગત વર્ષના ૩.૪૭ લાખ ટનના ઉત્પાદનની તુલના એ આ વર્ષે ૧૨.૫૦ ટકાના વધારા સાથે ૩.૯૧ લાખ ટનની નિપજ આવશે. પરંતુ સ્ટોક છેલ્લા ૧૦ વર્ષનો સૌથી ઓછો છે.આ વખતના ઉત્પાદન જેટલી જ ખપત રહે તો સ્ટોક આગામી સિઝનનાં પ્રારંભે પણ ઓછો જ રહેવાનો છે. હાલમાં અન્ય તેલોની સરખામણીએ એરંડા તેલ અને તેના ખોળના ભાવ નીચા હોવાથી ખરીદી નીકળી હોવાનું બજારના વર્તુળો જણાવે છે.

આ ઉપરાંત હાલમાં વાયદાના ભાવ પણ રોકાણકારોને આકર્ષે છે. એક્સચેન્જના વેરહાઉસમાં પડેલા એરંડાનો સ્ટોક સારો છે. હાજર બજાર અને વાયદાનાં ભાવ વચ્ચે તફાવત સારો મળતો હોવાથી આવા વેપારમાં વધારો થયો છે. એમાં પણ એક્સચેન્જ બહારના વેરહાઉસોમાં માલ રાખવામાં આવે તો ભાડું ઓછું લાગતું હોવાથી વળતર વધારે મળે છે. ક્રુડતેલના(Crude Oil) ભાવની મોટી વધઘટ પણ એરંડીયાના ભાવને અસર કરે છે. મથકોએ બેએલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે હવામાન ખાતા દ્વારા અલનિનોની આગાહી થઇ રહી છે. આવા સંજોગોમાં આગામી પાક કેવો રહેશે તેની કોઇ ગેરેંટી નથી. વળી એરંડા એવી કૄષિ પેદાશ છે જે ત્રણ ચાર વર્ષ સુધી ખરાબ થતી નથી અને ચારેક વર્ષે એકવાર અવી તેજી આપે છે જેનાથી રોકાણકારોને સારો નફો મળે છે. હાલમાં આ બધા પરિબળો વધારે અસર કરતા હોવાનું જણાય છે.

વાયદાની વાત કરીએ તો હાલમાં સરેરાશ દૈનિક ૧૦૦ કરોડ રૂપિયાનાં કારોબાર થાય છે. જ્યારે ૩૦૦૦૦ ટનના ઓપન ઇન્ટરેસ્ટ છે. હાલમાં જોવા મળેલી તેજીને નિકાસનું ખાસ સમર્થન ન હોવાથી આ તેજી ટૂંકાગાળાની પણ રહી શકે છે. ખાસ કરીને અગાઉ જણાવ્યું તેમ અલનિનોના કારણે આગામી ચોમાસામાં વરસાદ કેવો રહે છે તેના ઉપર બજારની દિશા નક્કી થઇ શકે છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!