Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.

Relief for Fertilizer and Petrochemical Sectors: Govt waives Customs Duty on 40 key raw materials amid Iran-US war.
Relief for Fertilizer and Petrochemical Sectors: Govt waives Customs Duty on 40 key raw materials amid Iran-US war.

News Continuous Bureau | Mumbai
Custom Duty Cut: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલા અવરોધો વચ્ચે ભારત સરકારે દેશના ઉદ્યોગોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ખાતર બનાવતી કંપનીઓ અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે અંદાજે 40 જેટલા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ છૂટછાટ 2 એપ્રિલથી 30 જૂન 2026 સુધી અમલી રહેશે, જેનો હેતુ વધતી જતી ઉત્પાદન ખર્ચને નિયંત્રિત કરવાનો છે.

એમોનિયમ નાઈટ્રેટ પરની ડ્યુટી ‘ઝીરો’ કરવામાં આવી

સરકારે જાહેર હિતમાં નિર્ણય લેતા એમોનિયમ નાઈટ્રેટ પરની કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસને સંપૂર્ણપણે હટાવી દીધો છે. ખાતરના ઉત્પાદનમાં એમોનિયમ નાઈટ્રેટ અત્યંત મહત્વનું છે. આ નિર્ણયથી ખાતર કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવ વધ્યા છે, ત્યારે સરકારના આ પગલાથી ખાતરની ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને કિંમતો સ્થિર રાખવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચો: Arjun Tendulkar:શું મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન સાથે અન્યાય કર્યો? લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયા બાદ તેંડુલકરે તોડ્યું મૌન.

40 પેટ્રોકેમિકલ અને ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સમાં છૂટછાટ

માત્ર ખાતર જ નહીં, પરંતુ ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં વપરાતા 40 જેટલા પેટ્રોકેમિકલ રો-મટીરિયલ પર પણ ડ્યુટી હટાવી લેવામાં આવી છે. જેમાં મિથેનોલ, એસિટિક એસિડ, ફિનોલ, ટોલ્યુઈન, પીવીસી (PVC) અને પોલીપ્રોપાઈલીન જેવા મુખ્ય કેમિકલ્સનો સમાવેશ થાય છે. આ કેમિકલ્સનો ઉપયોગ દવાઓ, પ્લાસ્ટિક પાઈપ, પેઈન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવવામાં થાય છે. આ કાચો માલ સસ્તો થવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ મળશે.

મોંઘવારી પર લગામ અને સપ્લાય ચેઈન મજબૂત કરવાનો લક્ષ્યાંક

ઈરાન-અમેરિકા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $105 ને પાર કરી ગયા છે, જેનાથી ફાર્મા અને કેમિકલ સેક્ટર પર દબાણ વધ્યું હતું. સરકારના આ ‘કોસ્ટ રિલીફ પેકેજ’ થી મેડિકલ ડિવાઈસ, એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં વપરાતા હાઈ-એન્ડ એન્જિનિયરિંગ મટીરિયલના ભાવ પણ નિયંત્રણમાં રહેશે. નિષ્ણાતોના મતે, આ પગલાથી દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધતી અટકશે અને ગ્લોબલ ક્રાઈસિસ સામે ભારતીય ઉદ્યોગોને સુરક્ષા કવચ મળશે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!