PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર

PM Modi Friedrich Merz Meeting અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિ
PM Modi Friedrich Merz Meeting અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિ

News Continuous Bureau | Mumbai

PM Modi Friedrich Merz Meeting  જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ (Friedrich Merz) આજે અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ સવારે સાડા નવ વાગ્યે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના 25 વર્ષ જૂના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પતંગ મહોત્સવ અને દ્વિપક્ષીય વાર્તા

સાબરમતી આશ્રમ બાદ બંને નેતાઓ રિવરફ્રન્ટ પર આયોજિત ‘ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ’ (International Kite Festival) નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મંત્રણા યોજાશે. આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. ચાન્સેલર મર્ઝની સાથે 25 મોટી જર્મન કંપનીઓના CEO પણ ભારત આવ્યા છે.

8 અબજ ડોલરની સબમરીન ડીલ પર નજર

આ પ્રવાસનો સૌથી મોટો મુદ્દો સંરક્ષણ સોદો છે. ભારત સરકારના ‘પ્રોજેક્ટ-75I’ હેઠળ 8 અબજ ડોલરના ખર્ચે 6 અત્યાધુનિક સ્ટેલ્થ સબમરીન (Submarines) બનાવવા માટે જર્મની સાથે અંતિમ મહોર લાગી શકે છે. જર્મનીની કંપની TKMS અને ભારતની MDL વચ્ચે આ માટે સમજૂતી થઈ છે. આ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) અભિયાનને મોટી તાકાત મળશે અને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.

આ સમાચાર પણ વાંચો : Rapper Flipperachi Announced India Tour: ‘ધુરંધર’ ના ‘FA9LA’ ગીતથી ધૂમ મચાવનાર રેપર ફ્લિપરાચી આવશે ભારત, જાણો કયા શહેરમાં યોજાશે તેમનો પહેલો લાઈવ શો

ગ્રીન એનર્જી અને વેપારના નવા સમીકરણો

સંરક્ષણ સિવાય ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ મોટી ડીલ થવાની શક્યતા છે. જર્મની ભારત પાસેથી ‘ગ્રીન એમોનિયા’ (Green Ammonia) ખરીદવા માટે ઉત્સુક છે. ભારતનો ગ્રીનકો ગ્રુપ દર વર્ષે 2.5 લાખ મેટ્રિક ટન ગ્રીન એમોનિયા જર્મનીને સપ્લાય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જર્મની ભારત માટે યુરોપિયન યુનિયન (EU) માં સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 51 અબજ ડોલરથી વધુનો છે.

By aryan sawant

Aryan Sawant is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!