Trump Iran Oil Seizure Threat:ટ્રમ્પના નિવેદનથી ઈરાન સ્તબ્ધ! ખર્ગ દ્વીપ પર કબજાની તૈયારી? જાણો શું છે લેટેસ્ટ અપડેટ.

Trump Threatens Seizure of Iran’s Oil; Kharg Island Emerges as Potential Military Target; Global Oil Prices Surge Amid West Asia Tensions.
Trump Threatens Seizure of Iran’s Oil; Kharg Island Emerges as Potential Military Target; Global Oil Prices Surge Amid West Asia Tensions.

News Continuous Bureau | Mumbai
Trump Iran Oil Seizure Threat: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ લેવાનું પસંદ કરશે અને જરૂર પડશે તો અમેરિકા ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખર્ગ દ્વીપ પર કબજો પણ કરી શકે છે.ખર્ગ દ્વીપ ઈરાનનો સૌથી મહત્વનો તેલ નિકાસ હબ છે, જ્યાંથી દેશનું મોટાભાગનું કાચું તેલ વિશ્વભરમાં મોકલવામાં આવે છે. જો અમેરિકા આ દ્વીપ પર કબજો કરે અથવા તેને નષ્ટ કરે, તો ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડે તેમ છે.

અમેરિકી સેનાની મોટી કાર્યવાહી

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો છે કે અમેરિકી દળોએ ઈરાનમાં અનેક લાંબા સમયથી શોધાઈ રહેલા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા છે. તેમણે અમેરિકી સેનાને વિશ્વની સૌથી ઘાતક સેના ગણાવીને જવાનોની પ્રશંસા કરી છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકાએ આ વિસ્તારમાં ૧૦,૦૦૦ વધારાના સૈનિકોની તૈનાતીની યોજના બનાવી છે.

વાટાઘાટો અને 6 એપ્રિલની ડેડલાઈન

યુદ્ધની તૈયારીઓ વચ્ચે ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે પાકિસ્તાન દ્વારા ઈરાન સાથે પરોક્ષ વાતચીત ચાલી રહી છે.ઈરાનને સમજૂતી માટે ૬ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમાં સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના ઉર્જા માળખા (Energy Infrastructure) પર સીધો હુમલો કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..

ઘર્ષનો વ્યાપ અને જોખમ

નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ખર્ગ દ્વીપ પર હુમલો કરશે, તો ઈરાન પલટવાર તરીકે હોર્મુઝની આસપાસના દરિયામાં મોટી માત્રામાં સુરંગો બિછાવી શકે છે. દરમિયાન, સાઉદી અરેબિયા સ્થિત અમેરિકી એરબેઝ પર થયેલા હુમલા અને યમનના હૂતી વિદ્રોહીઓની સક્રિયતાએ આ યુદ્ધને વધુ જટિલ બનાવી દીધું છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!