Suryakumar Yadav Catch : ભારતે આ રીતે જીત્યો વર્લ્ડ કપ, સૂર્યાના શાનદાર કેચે પલટી નાખી સમ્રગ મેચની દીશા..જુઓ વિડીયો..

Suryakumar Yadav's Stunning Catch This is how India won the World Cup, Surya's brilliant catch turned the tide of the match..
Suryakumar Yadav's Stunning Catch This is how India won the World Cup, Surya's brilliant catch turned the tide of the match..

News Continuous Bureau | Mumbai

Suryakumar Yadav Catch : ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી ICC T20 વર્લ્ડ કપ 2024માં ( ICC T20 World Cup 2024 ) જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. છેલ્લા 17 વર્ષ બાદ ભારત આ ટુર્નામેન્ટમાં જીત્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમે 17 વર્ષના ઈંતજારનો ગઈકાલે અંત આણ્યો હતો. 

ટીમ ઈન્ડિયાને ( Team India ) છેલ્લી ઓવરમાં વર્લ્ડ કપ ( T20 World Cup  ) જીતવા માટે 16 રન બચાવવાના હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાનો ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર ( David Miller ) મેદાન પર હાજર હતો. તેથી મેચ આફ્રિકાની તરફેણમાં ચાલી રહી હતી. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં સચોટ બોલિંગ કરી હતી અને માત્ર 8 રન આપ્યા હતા. તેણે ડેવિડ મિલરને ઓવરના પહેલા જ બોલે આઉટ કર્યો હતો. આ વિકેટનો ( Wicket ) બધો શ્રેય સૂર્યકુમાર યાદવને ફાળે ગયો હતો. તેણે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર ફિલ્ડિંગ કરી હતી અને મિલરનો કેચ પકડ્યો હતો. સૂર્યાએ આ કેચ પકડ્યા બાદ જ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના જીતની શરુઆત થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 Suryakumar Yadav Catch : સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો…

છેલ્લી ઓવર હાર્દિક ફેંકવા આવ્યો ત્યારે ડેવિડ મિલર સ્ટ્રાઇક પર હતો. ભારત અને ટી-20 વર્લ્ડ કપના ખિતાબ વચ્ચે ડેવિડ મિલર એકમાત્ર અવરોધ હતો. તે સમયે હાર્દિકે ઓફ સ્ટમ્પની બહાર લો ફુલ ટોસ બોલ ફેંક્યો હતો. ત્યારે મિલરે બોલને લોંગ ઓફ તરફ ફટકાર્યો હતો. મિલરનો આ શોટ બાઉન્ડ્રી લાઇનને પાર કરતો હોય તેવું પ્રથમ બધાને લાગ્યુ હતું. પરંતુ તે જ સમયે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. ભારતની જીતમાં આ કેચ ઘણો મહત્વનો રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Hardik Pandya: ભારત T20 વર્લ્ડ કપમાં જીત્યા બાદ હાર્દિક પંડ્યા થયો ભાવુક, કહ્યું છેલ્લા છ મહિના રહ્યા બહું સંઘર્ષ ભર્યા.. જુઓ વિડીયો…

છેલ્લા છ મહિનાથી ક્રિકેટ સમર્થક દ્વારા ટિકાનો સામનો કરી રહેલ હાર્દિક પંડયાએ આખરી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન કરવા દીધા નહતા અને આમ દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. તેથી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આઇસીસી ટુર્નામેન્ટ જીતવાનું સ્વપ્ન સાકાર થયું હતું. ભારતીય ટીમે આ ખિતાબ સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ વિદાય આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!