GSHSEB: GSHSEBએ માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર

GSHSEB has declared the results of the Class-12 General and Science stream examination held in March 2024
GSHSEB has declared the results of the Class-12 General and Science stream examination held in March 2024

News Continuous Bureau | Mumbai

GSHSEB: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની ( Class 12 Exam Result )   સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૩૨૮ વિદ્યાર્થીઓ અને A2માં ૪૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૧૭૦૩ અને A2 ગ્રેડમાં ૭૨૦૩ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.  

                  સામાન્ય પ્રવાહમાં સુરત ( Surat ) જિલ્લાના ૧૭૦૩ વિદ્યાર્થીઓએ ( Students ) A1 અને ૭૨૦૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1માં ૯૮૪૦ અને B2માં ૧૦,૦૧૩ વિદ્યાર્થીઓ છે. સુરત જિલ્લામાં ૯૯.૦૮% પરિણામ સાથે સરભોણ કેન્દ્રનું સૌથી ઊંચું અને ૮૮.૨૮% સાથે ઉધનાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, માંડવી તાલુકાની ગવાછી અને વિરપોર સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળા ૧૦૦ ટકા સાથે અવ્વલ રહી તો, સુરતના ગભેણીની સરકારી મા. અને ઉ.મા. શાળાનું ૯૪.૧૨ ટકા સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું હતું. 

આ સમાચાર પણ વાંચો:  Express Train : ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસના સંચાલન સમયમાં આંશિક ફેરફાર

                  જ્યારે વિજ્ઞાન પ્રવાહના ( Science stream ) ૩૨૮ વિદ્યાર્થીઓએ A1 અને ૧૮૪૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લામાં ૯૮.૮૩% પરિણામ સાથે વરાછા કેન્દ્રનું સૌથી ઊંચું અને ૭૦.૭૮% સાથે કીમનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, ઉમરપાડા તાલુકાની મોડેલ સ્કૂલ, આમલીદાભડાનું ૮૯.૪૭ ટકા સાથે સૌથી વધુ, તો ઉમરપાડા તાલુકાની જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ૬૯.૨૩% સાથે સૌથી ઓછું પરિણામ ( Results announced ) નોંધાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત તરફથી વિગતો પ્રાપ્ત થઈ છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!