269
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
મહારાષ્ટ્રની કેબિનેટ બેઠકમાં લોકડાઉન સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી ચાલુ રહેશે. અત્યારે રાજ્ય સરકારે એવી કોઈ જાહેરાત નથી કરી કે આ પંદર દિવસના લોકડાઉન દરમિયાન કોઈ પ્રકારની સવલત આપવામાં આવી છે કે કેમ. આ સંદર્ભે ની વિસ્તૃત જાહેરાત 15 તારીખે સાંજે કરવામાં આવશે. પરંતુ અત્યારે જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રીતનું લોકડાઉન ચાલુ છે તે રીતનું લોકડાઉન 31 તારીખ સુધી ચાલુ રહેશે.
You Might Be Interested In