Loksabha election 2024 : ચૂંટણી પંચની કડક કાર્યવાહી, મહારાષ્ટ્રના 18 નેતાઓને ઠેરવ્યા અપાત્ર; હવે નહીં લડી શકે લોકસભાની ચૂંટણી..

Loksabha election List of ineligible candidates announced by Election Commission not be allowed to contest.
Loksabha election List of ineligible candidates announced by Election Commission not be allowed to contest.

News Continuous Bureau | Mumbai

 Loksabha election 2024 : કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election commission ) દ્વારા શનિવારે લોકસભા ચૂંટણી ( Loksabha election ) ની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ચૂંટણીપંચે 18 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે એવા 18 નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે અપાત્ર ઠેરવ્યા છે. જેમણે ચૂંટણી ખર્ચની વિગતો સબમિટ કરી ન હતી. 

જોકે અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે. તેઓ 2019માં મુંબઈ સહિત રાજ્યની વિવિધ બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

18 નેતાઓ  આગામી 2 વર્ષ માટે અપાત્ર

મહત્વનું છે કે દેશની સામાન્ય ચૂંટણીમાં ઊભા રહીને દરેક ઉમેદવારે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં જિલ્લા ચૂંટણી સત્તામંડળ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી પંચને રોજેરોજ ખર્ચની વિગતો મોકલવાનો સમાવેશ થાય છે. જેમાં ઉમેદવારે કરેલા ખર્ચના લેખિત પુરાવાઓ અને રસીદો સોગંદનામા દ્વારા રજૂ કરવાના હોય છે. જો કે, મહારાષ્ટ્રમાં ઘણા ઉમેદવારોએ તેમની બેલેન્સ શીટ કેન્દ્રીય ચૂંટણી પંચને જમા કરાવી નહોતી. તેથી, ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરીને 18 નેતાઓને આગામી 2 વર્ષ માટે અપાત્ર ઠેરવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આચારસંહિત લાગતા જ દિવાલો પરના પાર્ટી ચિન્હો હટાવવાની ચેતવણી, નહીં તો કેસ નોંધાશે.. આ ચૂંટણી અધિકારીએ આપ્યું મોટુ નિવેદન.. જાણો વિગતે..

અપાત્ર ઉમેદવારોની યાદી…

  • મોહમ્મદ મહેમૂદ સૈયદ શાહ: મુંબઈ ઉત્તર-મધ્ય વિધાનસભા મતવિસ્તાર 
  • ગાયકવાડ દિનકર ધરોજી: જીન્તુર વિધાનસભા મતવિસ્તાર, પરભણી
  • ઉમેશ કુમાર મુલચંદ સરોટે: આમગાંવ વિધાનસભા મતવિસ્તાર, ગોંદિયા
  • દીપક ચંદ્રભાન ગાડે: અંબરનાથ વિધાનસભા મતવિસ્તાર, થાણે
  • નરેન્દ્ર ધર્મ પાટીલ (સાલુંખે): સિંદખેડા વિધાનસભા મતવિસ્તાર, ધુલે
  • મુદસરુદ્દીન અલીમુદ્દીન: નાંદેડ દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
  • પાંડુરંગ તોલાબા વાન્નેઃ લોહા વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
  • ગોવિંદા અંબર બોરાડે : નંદગાંવ વિધાનસભા મતવિસ્તાર, નાસિક
  • અવદ મહેશ ઝુંઝાર: નાસિક પૂર્વ વિધાનસભા મતવિસ્તાર, નાસિક
  • હબીબુર રહેમાન ખાન: ભિવંડી પૂર્વ વિધાનસભા મતવિસ્તાર, થાણે
  • મહેન્દ્ર રાજેન્દ્ર બોરાડે : બીડ વિધાનસભા મતવિસ્તાર, બીડ
  • વિશાલ દત્તા શિંદે: કિનવાટ વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
  • ઈમરાન બશર: નાંદેડ ઉત્તર વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
  • મોહમ્મદ સિરાજ મોહમ્મદ ઈકબાલ: માનખુર્દ શિવાજી નગર વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
  • સુમિત પાંડુરંગ બારસ્કર: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
  • બ્રિજેશ સુરેન્દ્રનાથ તિવારી: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
  • મોહમ્મદ ઈમરાન કુરેશી: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!