• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cctv - Page 3
Tag:

cctv

CCTV: Man forcibly kisses woman in Bihar's Jamui
રાજ્ય

બિહારમાં ફરી રહ્યો છે સિરિયલ કિલર નહીં પણ કિસ્સર, છોકરીને જોતા જ કિસ કરીને થઇ જાય છે ફરાર.. ઘટના સીસીટીવીમાં કેદ.. જુઓ વિડીયો

by kalpana Verat March 14, 2023
written by kalpana Verat

 

તમે સીરિયલ કિલર વિશે તો સાંભળ્‍યું જ હશે, પરંતુ હવે બિહારમાં એક સીરિયલ કિસર તમામ લોકો વચ્‍ચે ચર્ચાનો વિષય બનેલો છે. આ સીરિયલ કિસર એક યુવક છે જે અજાણી મહિલાઓ અને છોકરીઓને અચાનક આવીને કિસ કરીને ભાગી જાય છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો બિહારના જુમાઇનો છે, જયાં એક સીસીટીવી સામે આવ્‍યા છે.

सनकी! बिहार के जमुई के इस सीसीटीवी फुटेज को देखिए. सदर अस्पताल परिसर का बताया जा रहा है. कैंपस में ही महिला स्वास्थ्यकर्मी सुरक्षित नहीं हैं. महिला ने शिकायत दर्ज कराई है. 10 मार्च की घटना है. Edited by @iajeetkumar pic.twitter.com/aqICQBeAu0

— Prakash Kumar (@kumarprakash4u) March 13, 2023

આ સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, બહાર એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન એક યુવક પાછળથી આવે છે અને બળજબરીથી મહિલાને કિસ કરવા લાગે છે. મહિલાને જયારે આ બધુ સમજાય છે ત્‍યાં સુધીમાં તો તે યુવક કિસ કરીને ફરાર થઇ જાય છે.

March 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
CAIT seek ban on using Chinese make CCTVs in India
વેપાર-વાણિજ્ય

ચીનના CCTV કેમેરા પર અમેરિકા સહિત ઘણા દેશો પર પ્રતિબંધ, હવે ભારતમાં પણ ઉઠી આ માંગ, જાણો શું છે કારણ…

by kalpana Verat March 13, 2023
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ભારતમાં પણ ચાઈનીઝ સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે. વાસ્તવમાં, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવું છે કે ચીનની સીસીટીવી સિસ્ટમ કોઈપણ ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. આ જ કારણ છે કે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર મોકલીને તેમણે દેશભરમાં ચાઈનીઝ સીસીટીવી સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં ચાઈનીઝ સીસીટીવીના મોટા પાયે ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા CAIT સંગઠને રવિવારે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી ​​અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ચાઈનીઝ CCTV સિસ્ટમ્સ દેશની સુરક્ષા માટે સંભવિત ખતરો છે. CAITનું કહેવું છે કે ચીનની CCTV સિસ્ટમ કોઈપણ ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. સરકારે ભૂતકાળમાં જે રીતે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, તે જ રીતે દેશમાં ચાઈનીઝ સીસીટીવીના ઉપયોગ પર પણ તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ઓશિવારા બાદ હવે અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, અનેક ઝુંપડાઓ બળીને ખાખ, જુઓ આગના વિકરાળ દ્રશ્યો

 

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે પરિપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં દેશમાં જે પણ ડેટા પ્રોટેક્શન કાયદો અથવા મોનિટરિંગ મિકેનિઝમ છે, ચીનની CCTV સિસ્ટમ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા અથવા માહિતીને વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી મોકલી શકાય છે. ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) કેમેરાનો ઉપયોગ CCTV નેટવર્કમાં થતો હોવાથી અને સીસીટીવી સિસ્ટમના ઈન્ટરનેટ સંચાલિત ડિજિટલ વિડિયો રેકોર્ડિંગ (DVR) દ્વારા ડેટા ગમે ત્યાં મોકલી શકાય છે જે સુરક્ષા માટે ખતરાજનક છે.

પરિપત્રમાં શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે ભારતમાં મોટી સંખ્યામાં ચાઇનીઝ મૂળના સીસીટીવી કેમેરાનો ઉપયોગ થાય છે જે કાં તો ચીન સરકાર દ્વારા નિયંત્રિત અથવા આંશિક માલિકીના છે. વળી, ચીનના કાયદા મુજબ, દરેક વ્યક્તિ જ્યારે પણ સરકાર માંગે ત્યારે સરકારને મદદ કરવા બંધાયેલ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉથી જ યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચાઇનીઝ સીસીટીવીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

CAITએ સૂચન કર્યું છે કે દેશના ડેટાની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મેડ ઈન ઈન્ડિયા વિઝન હેઠળ ભારતમાં સીસીટીવીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સંસદ દ્વારા તરત જ ડેટા સંરક્ષણ કાયદો પસાર કરવો જોઈએ. જ્યારે એક વ્યાપક નીતિ ભારતમાં સીસીટીવીના હાલના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સપોર્ટ પોલિસી પણ ઘડવામાં આવી છે.

 

March 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viral video of women stealing gold jewellery from a shop.
રાજ્ય

Theft at jewellery shop : મહિલાની હાથચાલાકી. બધાની નજર સામે, જ્વેલર્સની દુકાનમાંથી સોનાનો હાર ચોરી લીધો. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh November 28, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના ગોરખપુર વિસ્તારમાં એક જ્વેલરી શોપમાં ( jewellery shop ) ચોરીનો ( stealing ) કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોલઘરના બલદેવ પ્લાઝા ખાતે બન્યો છે. અહીં એક મહિલા સાંજે ચાર વાગે એક દુકાનમાંથી બધાની નજર સામે સોનાનો હાર ચોરી કરી ગઈ. જોવાની વાત એ છે કે એને જેટલી સિફતથી હાર ચોરી કર્યો તેને દુકાનદારો પણ જોઈ શક્યા નહીં. હવે તેનો સીસીટીવી વિડીયો ( Viral video ) બહાર આવ્યો છે. આ હાર ની કિંમત 700000 રૂપિયા છે. હાલ પોલીસ મહિલા ચોરને શોધી રહી છે. જુઓ વિડિયો.

Theft at jewellery shop : મહિલાની હાથચાલાકી. બધાની નજર સામે, જ્વેલર્સની દુકાનમાંથી સોનાનો હાર ચોરી લીધો. જુઓ વિડિયો. #jewellery #THIEF #CCTV #viralvideo #LatestNewsinGujarati #GujaratNews #newscontinuous pic.twitter.com/Ki0u0a1Jh0

— news continuous (@NewsContinuous) November 28, 2022

આ સમાચાર પણ વાંચો:   ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યો છે WhatsApp વપરાશકર્તાઓનો ડેટા: તમારો ડેટા લીક થયો છે કે કેમ? તે આ રીતે, અહીં તપાસો

November 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના એક્સીડેન્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે- જુઓ કેવી રીતે થયો હતો અકસ્માત 

by Dr. Mayur Parikh September 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટાટા સન્સ(Tata Sons)ના ભૂતપૂર્વ ચેરમેન અને શાપૂરજી પલોનજી ગ્રુપ(Shapoorji Pallonji Group)ના વંશજ સાયરસ મિસ્ત્રી(Cyrus mistry)નું રવિવારે કાર અકસ્માતમાં દુઃખદ નિધન(death) થયું હતું.

 

#ટાટાસન્સના ભૂતપૂર્વ #ચેરમેન #સાયરસમિસ્ત્રીના એક્સીડેન્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.. જુઓ વિડીયો#Mumbai #TataSons #CyrusMistryDeath #RoadAccident #cctv #newscontinuous pic.twitter.com/nH86Zyo64b

— news continuous (@NewsContinuous) September 5, 2022

દરમિયાન ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના કારની એક્સીડેન્ટ(Car accident) પહેલાના સીસીટીવી ફૂટેજ(CCTV Footage) સામે આવ્યા છે. જેમાં તેમની ગાડી હાઇવે પર જતી જોવા મળી રહી છે. જોકે આ વીડિયોમાં કોઈ માણસ દેખાતું નથી માત્ર ગાડી જ રોડ પરથી પસાર થતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ આ વિડીયો.. 

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

 

September 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લ્યો કરો વાત- આ રાજ્ય ના સીએમની પુત્રીએ ક્લિનિકમાં ઘૂસી ડોક્ટરને માર્યો જોરદાર મુક્કો

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મિઝોરમના(Mizoram) મુખ્યમંત્રી જાેરમથાંગાના(CM zoramthanga) પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક(Misbehavior) કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં(CCTV) કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી(Viral Video) વાયરલ થઈ રહ્યો છે. 

મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ આઈ.એમ.એ(IMA) પ્રદર્શન કર્યું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની(Indian Medical Association) મિઝોરમ બ્રાન્ચે(Mizoram Branch) પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે IMA Black Badge પહેરીને  હુમલાનો વિરોધ કર્યો. અત્રે જણાવવાનું કે આ મામલો ૧૭ ઓગસ્ટનો છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડી લીધું છે. ડોક્ટરોએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે.  

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે એક મહિલા પ્રાઇવેટ ક્લિનિકમાં(women's private clinic) ડ્યુટી દરમિયાન ડોક્ટર પર હુમલો(Assault on Doctor) કરે છે. મહિલાની ઓળખ મિલારી છંગટે તરીકે થઈ છે. જે મિઝોરમના હાલના મુખ્યમંત્રી જાેરમથાંગાની પુત્રી છે. સીએમની પુત્રીએ જે ડોક્ટર પર હુમલો કર્યો છે તેમનું નામ ડો.જોનુના(Dr. zonuna) છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની( Indian Medical Association) મિઝોરમ બ્રાન્ચે ડોક્ટર પર ક્લિનિકમાં થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે મિઝોરમ પ્રોટેક્શન ઓફ મેડિકલ સર્વિસ પર્સનલ એન્ડ મેડિકલ સર્વિસ ઈન્સ્ટિટ્યૂશનને(Mizoram Protection of Medical Service Personnel and Medical Service Institutions) લાગૂ કરવાની પણ માંગણી કરી. આ અગાઉ એસોસિએશન તરફથી સરકાર સામે રજૂઆત થઈ ચૂકી છે. 

આ સમાચાર પણ વાંચો : અસલ શિવસેના કોની- શિંદે જૂથના દાવા પર સુપ્રીમની ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચના- હવે આટલા જજોની સંવિધાન પીઠ કરશે સુનાવણી

બીજી બાજુ સીએમના પુત્ર રામથનસિયામાએ ઘટના બાદ તરત પોતાની બહેન તરફથી એક જાહેર માફી બહાર પાડી. જેમાં કહેવાયું છે કે તેમની બહેનને માથા પર ઈજા થયા બાદથી તણાવ હતો અને તે આ કારણસર સૂઈ શકતી નહતી. તેને એક નિશાનનો ડર હતો. તે ડોક્ટરની ક્લિનિકમાં(doctor's clinic) તણાવના કારણે પોતાના વારાની રાહ જાેઈ શકી નહીં. આ ઉપરાંત પુત્રીની આ હરકત પર મિઝોરમના મુખ્યમંત્રી જાેરમથાંગાએ જનતા અને ડોક્ટર જાેનુના તથા તેમના પરિવારની માફી માંગવા માટે એક લેખિત માફીનામુ પણ બહાર પાડ્યું છે.

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અરે વાહ શું વાત છે- આ રાજ્યમાં વાલીઓ શાળામાં ભણી રહેલા પોતાના વિદ્યાર્થીને લાઈવ જોઈ શકશે

by Dr. Mayur Parikh August 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હવે ટૂંક સમયમાં વાલીઓ તેમના મોબાઈલ(Mobile) પર શાળામાં(Schools) તેમના બાળકની ગતિવિધિઓ(Childrens activities) જોઈ શકશે. દિલ્હી સરકાર(Delhi Govt) આવતા મહિનાથી તમામ સરકારી શાળાઓમાં(government schools) આ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. સરકારની સૂચનાથી શાળાઓએ આ યોજના પર કામ કરી રહેલા જાહેર બાંધકામ વિભાગને વાલીઓનો ડેટા આપવાનું શરૂ કરી દીધું છે. અડધી જેટલી શાળાઓનો ડેટા વિભાગને મળી ગયો છે. 

સલામતી ખાતર (safety sake) વાલીઓ પાસેથી લેખિતમાં લેવામાં આવી રહ્યુ છે કે શાળામાં ભણતા બાળકોને જાેવા માટે જે સુવિધા આપવામાં આવી રહી છે તેનો તેઓ દુરુપયોગ નહીં કરે. લોક નિર્માણ વિભાગે(Public Works Department) સિસ્ટમમાં ડેટા લોડ કરવાનુ શરૂ કરી દીધું છે. આ કામ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે. આ વ્યવસ્થા બે વર્ષથી તૈયાર છે પરંતુ કોરોનાને(Corona) કારણે શરૂ થઈ શકી નથી. યોજના મુજબ ટ્રાયલ પૂર્ણ થયા પછી દિલ્હીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા હવે શાળામાં અભ્યાસ કરતી વખતે ઓગસ્ટથી નિયમિતપણે તેમના બાળકોને તેમના મોબાઈલ પર જોઈ શકશે. લોક નિર્માણ વિભાગે ૫૭૪ શાળાની ઇમારતોમાં ૧૦૫૭૯૭ સીસીટીવી કેમેરા(CCTV camera) લગાવ્યા છે. બાંધકામની કામગીરી પૂર્ણ થતાં જ બાકીની ૧૫૪ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

ઉનાળુ વેકેશન(summer vacation) બાદ જુલાઈથી આ સુવિધા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં દિલ્હી સરકારે વિદ્યાર્થીઓની સલામતી(Safety of students) માટે ૫૯૭ કરોડ રૂપિયાના ખર્ચે તેમની તમામ ૭૨૮ શાળા બિલ્ડીંગોમાં(school buildings) ૧,૪૬,૮૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનો ર્નિણય લીધો હતો. પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને કારણે આ કામમાં વિલંબ થયો છે. કેમેરા લગાવનાર કંપની પાંચ વર્ષ સુધી જાળવણી ની જવાબદારી સંભાળશે. શાળાઓની સમગ્ર બાઉન્ડ્રી વૉલ કેમેરાથી કવર થાય તે રીતે કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ વર્ગોમાં કેમેરા લગાવ્યા બાદ મુખ્ય શિક્ષકના રૂમમાં એલઇડી સ્ક્રીન પર દરેક વર્ગખંડની સ્થિતિ જોવા ની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક શાળાના વર્ગખંડમાં ત્રણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનુ નિયંત્રણ સ્થાપિત દિલ્હી સરકારના IT અને શિક્ષણ વિભાગ પાસે હશે.

સરકાર મોબાઈલ એપ(mobile app) દ્વારા દરેક વાલીઓને તેમના બાળકના વર્ગ અને રોલ નંબરના આધારે અનન્ય ઍક્સેસ પ્રદાન કરશે. આ મોબાઈલ એપ દ્વારા વાલીઓ ફક્ત તેમના બાળકના વર્ગના લાઈવ CCTV ફૂટેજ(Live FOotage) જોઈ શકશે. વાલીઓને ટૂંક સમયમાં પાસવર્ડ મળવાનું શરૂ થશે સરકાર નવેમ્બર સુધીમાં તમામ ૧૦૨૮ શાળાઓમાં આ સુવિધા પૂરી પાડવાની યોજના ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો :હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો

August 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ન્યુજર્સીમાં ભારતીય જવેલર્સની શોરૂમમાં દિલધડક લૂંટ- સાતથી આઠ લુંટારુંઓએ 60 સેકેન્ડમાં ખેલ તમામ કર્યો- CCTV ફૂટેજ આવ્યા સામે-જુઓ વિડિયો

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અમેરિકાના(America) ન્યૂજર્સીમાં( New Jersey) આવેલા ભારતીય જ્વેલરી શોરૂમમાં(Indian Jewelery Showroom) અજાણ્યા 7થી 8 લૂંટારૂઓએ(robbers) ત્રાટકીને ફક્ત 60 સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી(CCTV) સામે આવ્યા છે.

ન્યૂજર્સીના 1394 Oak Tree Rd, Iselin ખાતે વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમ(Virani Gold & Diamond Showroom) આવેલો છે, જેમાં 10 જૂને આ લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લૂંટારૂઓ મર્સિડીઝમાં(Mercedes) લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

Robbery in Virani jewellers , New Jersey pic.twitter.com/EtYU3Ah8oU

— Alok Kumar (@dmalok) June 11, 2022

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ લૂંટના બનાવ પહેલા બહારથી એક કર્મચારી શો રૂમની અંદર આવે છે અને દરવાજો લોક થાય તે પહેલા જ લૂંટારૂઓ પણ પ્રવેશ કરે છે. હાથમાં હથિયારો સાથે આવેલા લૂંટારૂઓએ સૌથી પહેલા મહિલા કર્મચારી પર હુમલો કરે છે. તો બીજી તરફ કેટલાક લૂંટારૂઓ કાચ તોડીને જ્વેલરી શો રૂમમાં લૂંટ ચલાવે છે. લૂંટારૂઓએ મોં પર માસ્ક અને હાથ પર ગ્લોવ્ઝ પહેરેલા હતા જેથી તેઓ કોણ હતા તે જાણી શકાયું નહોતું. લૂંટ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીને ડરાવવા માટે ગોળી પણ ચલાવી હતી. એક મિનિટમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ(show-case of jewelers) તોડીને બધા દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. સદનસીબે કોઇ કર્મચારીને હાનિ પહોંચાડી નહોતી.

આ સમાચાર પણ વાંચો : આ દેશમાં નુપુર શર્માનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ પર સરકારની મોટી કાર્યવાહી- નોકરી-ધંધા બધુ ચોપટ- મળી દેશનિકાલની સજા

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ  વિરાની જ્વેલર્સની આસપાસમાં મોટાભાગની દુકાનો ભારતીય મૂળના લોકોની જ છે. જેથી વિસ્તારમાં હાલ આ લૂંટ બાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.
 

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

નજર હટી-દુર્ઘટના ઘટી- મોતના મુખમાં પહોંચી ગઈ મહિલા- રેલવે પોલીસે બચાવ્યો જીવ- જુઓ જીવ સટોસટનો VIDEO 

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નજર હટી, દુર્ઘટના ઘટી. ઘણીવાર આપણે આ પંચલાઈન ક્યાંક વાંચીએ છીએ પરંતુ ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. પછી ભલે તે રસ્તો ક્રોસ(Road Cross)કરવાની વાત હોય કે ટ્રેનમાં ચઢવાની. આનો ભોગ ઘણી વખત મૃત્યુની કિંમત ચૂકવીને ચુકવવો પડે છે. પરંતુ ક્યારેક ભગવાનની કૃપા એવી થાય છે કે મૃત્યુના મુખમાં ગયા પછી પણ વ્યક્તિ જીવિત રહે છે અને તેને બચાવવા માટે કોઈ દેવદૂત તેની સામે આવી ઉભો રહે છે.

આવી જ એક ઘટના રેલવે સ્ટેશન(Railway station) પર બની હતી. જ્યાં એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અચાનક મહિલાનો પગ ટ્રેનની સીડી(Train ladder) પરથી લપસી જાય છે અને મહિલા તેમાં ફસાવા લાગે છે. એટલે કે, તે મૃત્યુના મુખમાં જતી રહે છે. એટલામાં જ નજીકમાં એક રેલ્વે પોલીસ(Railway Police) દેવદૂત બનીને આવે છે અને પોતાની જવાબદારી નિભાવીને મહિલાને મોતના મુખમાંથી બચાવી લે છે. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ(Viral video) થયો છે, જેને ખુદ રેલવે મંત્રાલયે(Ministry of Railways) જાહેર કર્યો છે. આ ઘટનાનો વીડિયો જાહેર કરતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે, આ મામલો છત્તીસગઢના(Chhattisgarh) રાયપુર(Raipur) સ્ટેશનનો છે. જેમાં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા અચાનક પડી જાય છે. પરંતુ ફરજ પરના આરપીએફ કર્મચારીની(RPF personnel) તત્પરતાથી મહિલાનો જીવ બચી ગયો. 

रेल कर्मचारी की सतर्कता और तत्परता से बची यात्री की जान!

छत्तीसगढ़ के रायपुर स्टेशन पर चलती ट्रेन में चढ़ने के दौरान एक महिला अचानक नीचे गिर गई। ड्यूटी पर तैनात आरपीएफ कर्मचारी ने तत्परता से उसकी जान बचाई।

चलती हुई ट्रेन में ना चढ़ें/उतरें, यह जानलेवा हो सकता है। pic.twitter.com/1Aq2hxZNTp

— Ministry of Railways (@RailMinIndia) May 31, 2022

આ સમાચાર પણ વાંચો :  ગજબ કહેવાય-ગુજરાતમાં એક અનોખા લગ્ન -24 વર્ષની યુવતી લગ્ન કરશે પોતાની જાત સાથે- હનીમૂન પર પણ એકલી જશે- જાણો વિગતે 

વીડિયોમાં જોવા મળે છે કે, ટ્રેનના દરવાજા ખુલ્યા બાદ મહિલા ટ્રેનમાં ચઢવા માટે દોડે છે. તે ડબ્બાની સીડી પર પણ પગ મૂકે છે પરંતુ અચાનક તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને પડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે પોલીસ મહિલા તરફ ખૂબ જ ઝડપથી દોડે છે. આ આરપીએફ જવાન ઝડપથી મહિલાને પકડી લે છે અને તેને ઉપર ખેંચી લે છે. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં(CCTV) કેદ થઈ ગઈ હતી. 

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં ૨૦૦૦૦થી વધુ વખત જાેવામાં આવ્યો છે, જ્યારે ૪૦૦થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય અનેક લોકોએ કોમેન્ટ કરીને પોલીસના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, અભિનંદન આરપીએફ ટીમ. આવી ઘટનાને ટાળવા માટે પ્લેટફોર્મનું સ્તર વધારી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  જેમના નામથી મોટાઓના ધોતિયા ઢીલા પડી જાય છે તેવા ભારતના ગૃહમંત્રી હુકુમ અમિત શાહ પણ પોતાના ઘરના ગૃહમંત્રીને હુકુમ કહી સંબોધે છે-જાણો પૃથ્વીરાજ ચવ્હાણ ફિલ્મ સમયે થયેલો કિસ્સો  જાણો વિગતે

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શાબ્બાશ!!! બહારગામની ટ્રેનોમાં રાતના પ્રવાસીઓની બેગ ચોરી જનારી ટોળકીને RPF પકડી પાડી. CCTV સર્વેલન્સથી સુરતથી ઝબ્બે કર્યા જાણો વિગત,

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022    

ગુરુવાર.

બહારગામની ટ્રેનોમાં ખાસ કરીને સુરત સ્ટેશનની આસપાસના સ્ટેશન વચ્ચે રાતના ટ્રેનમાં સુઈ ગયેલા પ્રવાસીઓની બેગ ચોરી જનારી ટોળકીનો રેલવે પ્રોટેકશન ફોર્સે(RPF) પર્દાફાશ કર્યો છે. RPF એ આ ગેંગને સુરત સ્ટેશનથી પકડી પાડી હતી અને તેમની પાસેથી માલ-સામાન જપ્ત કર્યો હતો. વેસ્ટર્ન રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની  ટીમે CCTV સર્વેલન્સની મદદથી આ ટોળકીને પકડી પાડી હતી. 

પશ્ચિમ રેલવેએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ એલર્ટ RPF ટીમે ઈન્ટર ડિવિઝનલ ગેંગ જે ટ્રેનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના રાતના સમયે બેગ ચોરી જતી હતી, તેના આરોપીઓને પકડી પાડયા હતા. લાંબા સમયથી સુરત સ્ટેશનની આજુબાજુ સ્ટેશનો દરમિયાન રાતના સમયે પ્રવાસીઓ સુતા હોય ત્યારે તેમની બેગ અને કિંમતી સામાન ચોરાઈ જવાની ફરિયાદો આવી રહી હતી. તેની તપાસ માટે RPF સુરત પોસ્ટ અને CIB સુરતની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આ  ટીમે સીસીટીવી ફૂટેજનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું અને એક શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરી હતી.

શંકાસ્પદ વ્યક્તિ પર સતત દેખરેખ બાદ 17મી જાન્યુઆરી, 2022 ના રોજ સુરત સ્ટેશન પરથી તેમને શોધી કાઢવામાં આવ્યા હતા. ચોર બેગની ચોરી કરવાનો પ્રયાસ કરતા સમયે રંગે હાથે ઝડપાયો હતો. બાદમાં તેનો સાથીદાર પણ ટીમના હાથે ઝડપાઈ ગયો હતો.

આ શિયાળો છે કે પછી ચોમાસુ? હવામાન વિભાગની ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના 

બંને શકમંદો સુરતના પાંડેસરાના રહેવાસી છે. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને શકમંદો પાસેથી ચાર ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાં  50,000 રૂપિયાની  રોકડ, એક સોનાની ચેઇન જેની કિંમત  40,000 રૂપિયા, એક ગ્રામનો એક સોનાનો સિક્કો, ચાંદીના ઘરેણાં અને કપડાં વગેરે મળીને અંદાજિત 1,05,000નો માલ સામાન જપ્ત કર્યો હતો. 

આ ટોળકી ઉપરાંત અન્ય એક ચોરીનો આરોપી સંતોષ નામના આરોપીનીની સુરતા વરાછા સ્ટેશનથી ધરપકડ કરી હતી. આ ચોરટો ટ્રેનનં. 12956 જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસના B5 કોચમાંથી પર્સ ચોરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે ટીમે તેને પકડી પાડયો હતો.

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

માત્ર ૧ મિનિટ અને ‌૨૭ સેકન્ડ‌ ચાલી દહીસરની રોબરી. સનસનીખેજ વીડિયો સામે આવ્યો. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh December 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,30 ડિસેમ્બર 2021

ગુરુવાર.  

દહીસર માં થયેલી બેંક રોબરી નો સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો માત્ર એક મિનિટ 27 સેકન્ડનો છે. ૨ લૂંટારૂઓએ ભેગા મળીને કેશિયર પાસેથી પૈસા કઈ રીતે છીનવ્યા અને એક વ્યક્તિની હત્યા કરી તે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જુઓ વિડિયો.

 

December 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક