Tag: maharshtra

  • અજીત ડોભાલ મુંબઇની મુલાકાતે- આ મહાનુભાવ સાથે કરી મુલાકાત

    અજીત ડોભાલ મુંબઇની મુલાકાતે- આ મહાનુભાવ સાથે કરી મુલાકાત

    News Continuous Bureau | Mumbai

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે.

    રાજભવન ખાતે આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને અજીત ડોભાલે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

    જોકે કયા મુદ્દા પર ચર્ચા થઇ તે સામે આવ્યું નથી.

    બંને દિગ્ગજો વચ્ચેની આ મુલાકાત એક શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવાય છે.

    આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

  • હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

    હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

    News Continuous Bureau | Mumbai

    અત્યંત વ્યસ્ત ગણાતા અને વાહનચાલકો(Motorists) માટે દિવસેને દિવસે જોખમી બની ગયેલા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર ચોથી લેનનું વિસ્તરણ કરવાનું સરકાર વિચારી રહી છે. હાલ ચાલી રહેલા ચોમાસું અધિવેશનમાં(monsoon session) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) તેની માહિતી આપી હતી.

    મહારાષ્ટ્ર વિધાનસભા નિયમ 105 હેઠળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને લઈને ઉપસ્થિત કરવામાં આવેલી લક્ષવેધી સૂચના પર જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હાઈવે પર ટ્રાફિક નિયમન(Traffic regulation) કરવા માટે 'ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (Intelligent Traffic Management System') લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence) નો ઉપયોગ કરવામાં આવશે. આ લેનમાંથી બહાર નીકળતા ટ્રોલર્સની (trollers) તાત્કાલિક માહિતી આપશે.

    આ સમાચાર પણ વાંચો :દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

    ફડણવીસે કહ્યું હતું કે અકસ્માતમાં પીડિતોને તાત્કાલિક મદદ મળે તે માટે સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ સિસ્ટમમાં મહત્તમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં  તેમણે કહ્યું કે અકસ્માતો અટકાવવા તાલીમ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

  • લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો

    લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રમાં(Maharshtra) નવી સરકારની રચના થઈ છે ત્યારથી  નવી સરકારના કેબિનેટ વિસ્તરણમાં(Cabinet Expansion) કોનું નામ સામેલ થશે, કોને મળશે મંત્રી પદ(ministerial post)? એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષના(National Party) ધારાસભ્ય પાસેથી કેબિનેટ મંત્રી(Cabinet Minister) પદ અપાવવાના નામે 100 કરોડ રૂપિયાની માંગણી કરનારા ચાર લોકોની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) ધરપકડ કરી છે.

    રાજ્યમાં નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવવાનું છે. અનેક ઈચ્છુક ધારાસભ્યો મંત્રી પદ મેળવવા માટે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના(CM Eknath Shinde) નંદનવન બંગલામાં અને અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસના(Devendra Fadnavis) સાગર બંગલાની મુલાકાત લેતા જોવા મળે છે. જેનો લાભ લઈને ચાર ધુતારુઓએ કેબિનેટમાં મંત્રીપદ અપાવવાના નામે 3 ધારાસભ્યોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પહેલા ધૌંડના ધારાસભ્યને ફોન કરીને કહ્યું કે તેઓ દિલ્હીથી આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વરિષ્ઠ મંત્રીઓએ(Senior Ministers) તેમનો બાયોડેટા(Biodata) માંગ્યો છે. આ પછી, સંબંધિત આરોપીઓએ ધારાસભ્યો સાથે ફોન પર બેથી ત્રણ વાર વાત કરી અને કહ્યું કે જો તેઓને કેબિનેટમાં મંત્રી પદ જોઈતું હોય તો 100 કરોડ રૂપિયા આપવા પડશે. ફોન પર વાતચીત બાદ આરોપી 17 જુલાઈના રોજ ઓબેરોય હોટલમાં ધારાસભ્યોને મળ્યો હતો.

    કેબિનેટમાં જગ્યા જોઈતી હોય તો 100 કરોડ ચૂકવવા પડશે, જેમાંથી 20 ટકા હમણાં ચૂકવવા પડશે અને બાકીના પૈસા પદના શપથ લીધા પછી ચૂકવવા પડશે, એમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આરોપીઓએ સોમવારે ધારાસભ્યોને નરીમન પોઇન્ટ પર મળવા બોલાવ્યા, ત્યારબાદ ધારાસભ્યો તેમને પૈસા લેવા માટે ઓબેરોય હોટલ લઈ ગયા.

    આ સમાચાર પણ વાંચો : EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

    સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસને(Mumbai Police) આ અંગેની જાણ થઈ, ત્યારપછી ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે છટકું ગોઠવીને એક આરોપીને ઝડપી લીધો અને તેની પૂછપરછ દરમિયાન વધુ 3 આરોપીઓના નામ સામે આવ્યા, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.

    પોલીસે આ મામલે રાષ્ટ્રીય સમાજ પક્ષના ધારાસભ્ય રાહુલ કૌલની(Rahul Kaul) ફરિયાદ પર કેસ નોંધ્યો છે. આરોપીઓના નામ રિયાઝ અલ્લાબક્ષ શેખ(Riaz Allabakh Shaikh), યોગેશ મધુકર કુલકર્ણી(Yogesh Madhukar Kulkarni), સાગર વિકાસ સાંગવાઈ અને જાફર અહેમદ રાશિદ અહેમદ ઉસ્માની છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કેટલા ધારાસભ્યોના સંપર્કમાં હતો અને તેણે કેટલા લોકોને પૈસા ચૂકવ્યા છે.
     

  • શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી થશે- સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક  

    શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી થશે- સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક  

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Maharashtra CM Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis) આજે દિલ્હીમાં છે. તેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ બંને નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. 

     

    દરમિયાન આજે સાંજે તેઓ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને પણ મળશે. માનવામાં આવે છે કે બંને નેતાઓ પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચા કરશે. 

    આ સમાચાર પણ વાંચો : જેહાદીઓથી હિંદુઓનું સંરક્ષણ કરવા માટે VHPએ કસી કમર-આ પાંચ રાજ્ય માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

    આ અગાઉ મહારાષ્ટ્રના બંને નેતાઓ શુક્રવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ(Home minister Amit Shah)ને મળ્યા હતા. તેમણે ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના બળવાખોર જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી.   

    નવી સરકાર બાદ શપથ ગ્રહણ સમારોહને એક અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ મંત્રીઓએ શપથ લેવાના બાકી છે. તેવામાં આ બેઠકોને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

  • રાજ્યમાં સત્તા ગઈ- હવે પક્ષ બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે- શિવસેનાના પદાધિકારીઓ કોર્પોરેટરો પાસેથી લેશે વફાદારીનું પ્રમાણપત્ર- જાણો શું હશે આ પ્રમાણપત્રમાં

    રાજ્યમાં સત્તા ગઈ- હવે પક્ષ બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે- શિવસેનાના પદાધિકારીઓ કોર્પોરેટરો પાસેથી લેશે વફાદારીનું પ્રમાણપત્ર- જાણો શું હશે આ પ્રમાણપત્રમાં

    News Continuous Bureau | Mumbai 

    એકનાથ શિંદે(Eknath Shinde)ના નેતૃત્વમાં વિધાનસભ્યો(MLAs)ના બંડ બાદ શિવસેના(Shivsena)એ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) રાજ્યમાં સત્તા ગુમાવ્યા પછી શિવબંધન બનાવવાનું વિચારી રહ્યા છે, જેથી નેતાઓ અને કાર્યકરો પક્ષને વફાદાર રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવ બંધન હેઠળ પાર્ટીને મજબૂત કરવા માટે, શિવસેનાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓએ ઠાકરેના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કરતું વફાદારીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસનું એફિડેવિટ રજૂ કરવું પડશે.  

    પ્રમાણપત્રમાં, શિવસેનાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓએ લખવાનું રહેશે કે, હું શપથ લઉં છું કે, શિવસેનાના નેતૃત્વમાં મને સંપૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ છે. બાળાસાહેબ(Balasaheb Thackeray)ના આદર્શો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા છે. તેમને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ છે અને તેમને બિનશરતી સમર્થન છે. ઉદ્ધવ ઠાકરે પ્રત્યેની તેમની વફાદારીનો પુનરોચ્ચાર કરી રહ્યા છે. હું હંમેશા શિવસેના(Shivsena)ના બંધારણના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે કામ કરીશ. પાર્ટીએ કહ્યું કે શિવસૈનિકો (Shivsainik), પદાધિકારીઓ, કાઉન્સિલરો અને ધારાસભ્યો માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવશે. 

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ આ મુખ્યમંત્રીઓના થઈ ચૂક્યા છે ડિમોશન-જાણો વિગત

    શિંદેએ 10 દિવસ પહેલા ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.એટલે મોટી સંખ્યામાં પાર્ટીના ધારાસભ્યોને શિંદે કેમ્પમાં સામેલ થવાથી રોકવા માટે શિવસેના નેતૃત્વએ આ નિર્ણય લીધો છે. દરમિયાન શિવસેનાએ શ્રી શિંદેને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. બરતરફીનો નિર્ણય શુક્રવારે રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો.

  • ભારતીય જનતા પાર્ટી તરફથી જૂના જોગીઓ એટલે કે સાઇડલાઇન થયેલા નેતાઓ ફરી એકવાર મંત્રી બનશે

    ભારતીય જનતા પાર્ટી તરફથી જૂના જોગીઓ એટલે કે સાઇડલાઇન થયેલા નેતાઓ ફરી એકવાર મંત્રી બનશે

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના વરિષ્ઠ નેતા(Senior leaders)ઓને સરકારમાં સ્થાન મળશે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે નો આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ કરશે. આના આધારે એવી શક્યતા વર્તાઇ રહી છે કે જે નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા તે તમામ નેતાઓને વધુ એક વખત સરકારમાં મોકો મળી શકે તેમ છે.

    આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતના ડુપ્લીકેટનો વિડીયો થયો વાયરલ- જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે- તમે પણ જુઓ

  • સૌથી મોટા સમાચાર- મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી નહીં બને- આ માણસ હશે મુખ્યમંત્રી

    સૌથી મોટા સમાચાર- મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી નહીં બને- આ માણસ હશે મુખ્યમંત્રી

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) મુખ્યમંત્રી નહીં બને. આટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી(BJP)ના કોઈ પણ નેતા અત્યારે સત્તામાં ભાગીદારી નહીં કરે તેવી માહિતી બહાર આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરીને આ માહિતી પત્રકારોને આપી હતી. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદે(Eknath Shinde)ની સરકારને સમર્થન આપશે. એટલું જ નહીં આગામી દિવસોમાં નક્કી થશે કે ભાજપના કયા નેતા મંત્રી બનશે.

    આ સમાચાર પણ વાંચો : ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

  • બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે   

    બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે   

     News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટનો આજે પાંચમો દિવસ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. શિવસેના(Shivsena)ના કાર્યકરોએ એકનાથ શિંદે(Eknath Shinde)ના પુત્ર અને કલ્યાણ(Kalyan)ના સાંસદ શ્રીકાંત શિંદે(Shrikant Shinde)ની ઓફિસમાં તોડફોડ કરી છે. થાણે(Thane)ના ઉલ્લાસનગર (Ulhasnagar)વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ પર શિવસૈનિકો(Shivsainik)એ પથ્થરમારો કર્યો હતો.  

    તો બીજી તરફ પૂણે(Pune)માં શિવસેના કાર્યકર્તાઓએ બાગી ધારાસભ્ય તાનાજી સાવંત(Tanaji Sawant)ની ઓફિસમાં ભારે તોડફોડ મચાવી છે અને હોબાળો કર્યો છે. એટલું જ નહીં શિવસેના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ બાદ સ્પ્રેથી દીવાલ પર ગદ્દાર સાવંત લખ્યુ. 

    આ સમાચાર પણ વાંચો : અરેરેરે- ઉદ્ઘાટનના અઠવાડિયાની અંદર જ બોરીવલીના ફ્લાયઓવરની આ તો કેવી હાલત- સરફેસનો ડામર ઉખડી ગયો- જાણો વિગત

    ઉલ્લેખનીય છે કે તાનાજી સાવંત પરાંદા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે. હાલ તેઓ આસામના ગુવાહાટી(Guwahati)માં બાગી ધારાસભ્યો(rebel MLAs) સાથે હાજર છે. 

  • રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

    રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. ત્યારે હવે રાજનૈતિક દાવપેચ શરૂ થઈ ગયા છે. એક તરફ શિવસેના(Shivsena)એ પાર્ટીના ધારાસભ્યો(MLAs)ને વ્હીપ જારી કર્યા છે તો બીજી તરફ બાગી નેતા એકનાથ શિંદે(Eknath Shinde)એ નવો ખેલ ખેલ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો :  દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

    શિવસેના દ્વારા જારી વ્હીપ જારી કર્યા બાદ એકનાથ શિંદે વધુ આક્રમક બન્યા છે. ગુવાહાટી(Guwahati)માં રહેલા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે(SHivsena MLA Bharat Gogavale)ને વિધાનસભાના મુખ્ય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, સાથે એકનાથ શિંદેએ કહ્યું છે કે ધારાસભ્યોની આજની બેઠક અંગે સુનીલ પ્રભુ(Sunil Prabhu) દ્વારા જારી કરાયેલા આદેશ કાયદેસર રીતે અમાન્ય છે. આ જાણકારી તેમણે ટ્વિટર કરીને આપી છે. 

     

    ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.જેમાં શિવસેનાના 8 મંત્રી નહોતા પહોંચ્યા, જે મુંબઈમાં જ હાજર છે. આ પછી આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર જારી કરી તેમને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું . 

  • મુંબઈગરાના માથાથી પાણીકાપનું સંકટ ટળ્યુ, જળાશયોમાં મબલખ પાણી.. જાણો વિગતે

     

    News Continuous Bureau | Mumbai

    એક તરફ મહારાષ્ટ્રના(Maharshtra) અનેક જિલ્લામાં પાણીની કારમી(Water shortage) અછત સર્જાઈ છે. તો બીજી તરફ આ વર્ષે મુંબઈગરાને પાણીકાપનો(Water cut) સામનો કરવાની નોબત આવી નથી. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 21.99 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) બાકી છે. આ પાણી જુલાઈ સુધી ચાલે એટલું છે.

    રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સંકટ (Water problems)વધી ગયું છે. ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો(Water supply) કરવો પડી રહ્યો છે. તેની સામે આ વર્ષે મુંબઈગરાને માથા પરથી પાણી કાપનું સંકટ ટળી ગયું છે. દર વર્ષે મુંબઈમાં 10થી 15 ટકા પાણી કાપ મુકવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે જળાશયોમા પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. તેમાં પાછું આ વર્ષે ચોમાસાનું(Monsoon) આગમન પણ વહેલું થવાનો વર્તારો છે  અને ચોમાસું પણ સારું રહેશે એવુ માનવામાં આવે છે. 

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાને મળશે 505 નવા રસ્તા, રસ્તા બાંધવા BMC ખર્ચશે અધધ રકમ… જાણો વિગતે

    હાલ જળાશયમાં  3 15,009 કુલ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. જેમાં અપર વૈતરણામાં 2,27,047 મિલિયન લિટર, મોડક સાગરમાં 43,431 મિલિયન લિટર, તાનસા તળાવમાં 21,664 મિલિયન લિટર, મિડલ વૈતરણા 82,263  મિલિયન લિટર, ભાતસા(Bhatsa Dam) જળાશયમાં 1,59,483 મિલિયન લિટર, વિહારમાં  5,394 મિલિયન લિટર અને તુલસીમાં 2,773 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક છે.