• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ssc
Tag:

ssc

Modi government's big decision, CAPF constable recruitment exam to be conducted in 13 local languages for the first time.
દેશ

CAPF : મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રથમ વખત 13 સ્થાનિક ભાષાઓમાં લેવાશે CAPF કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા.

by Hiral Meria February 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

CAPF : પ્રથમ વખત, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) માં કોન્સ્ટેબલની ભરતી માટે કોન્સ્ટેબલ ( GD ) પરીક્ષા ( Constable recruitment exam ) હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં ( regional languages ) લેવામાં આવશે. આ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 દરમિયાન દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે. 

પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય ( MHA ) એ CAPF માં ભરતી માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાનું નક્કી કર્યું હતું. 01 જાન્યુઆરી, 2024 થી હિન્દી અને અંગ્રેજી ઉપરાંત. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની ( Amit Shah ) પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષાના પ્રશ્નપત્રો હવે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત નીચેની 13 પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે:

  1. આસામી
  2. બંગાળી
  3. ગુજરાતી
  4. મરાઠી
  5. મલયાલમ
  6. કન્નડ
  7. તમિલ
  8. તેલુગુ
  9. ઓડિયા
  10. ઉર્દુ
  11. પંજાબી
  12. મણિપુરી
  13. કોંકણી

કોન્સ્ટેબલ જીડી પરીક્ષા એ સ્ટાફ સિલેક્શન કમિશન ( SSC ) દ્વારા લેવામાં આવતી ફ્લેગશિપ પરીક્ષાઓમાંની એક છે, જે દેશભરમાંથી લાખો યુવાનોને આકર્ષિત કરે છે. તેથી, ગૃહ મંત્રાલય અને સ્ટાફ સિલેક્શન કમિશને હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉપરોક્ત ઉલ્લેખિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષાનું સંચાલન કરવાની સુવિધા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તદનુસાર, SSC એ કોન્સ્ટેબલ (GD) પરીક્ષા, 2024 અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 13 અન્ય પ્રાદેશિક ભાષાઓમાં યોજવા માટે સૂચના જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Madhya Pradesh: પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં અધધ આટલા કરોડનાં મૂલ્યની વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી…

આ નિર્ણયના પરિણામે લાખો યુવાનો તેમની માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં પરીક્ષામાં ભાગ લેશે અને તેમની પસંદગીની સંભાવનામાં સુધારો કરશે. પરિણામે, આ પરીક્ષાની પહોંચ સમગ્ર દેશમાં ઉમેદવારોમાં વધશે અને દરેકને રોજગારની સમાન તક મળશે.

કેન્દ્ર સરકારની આ પહેલથી, દેશભરના યુવાનોને તેમની માતૃભાષામાં સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા લેવામાં આવતી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષામાં ભાગ લેવાની અને કારકિર્દી બનાવવાની સુવર્ણ તક મળી છે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
gujarati medium student score good marks in english in SSC
હું ગુજરાતી

માતૃભાષાના માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર જબરજસ્ત પ્રભુત્વ, સિદ્ધ કરી બતાવ્યું આ તેજસ્વી તારલાઓએ.

by kalpana Verat June 3, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

સમાજમાં એક મોટી ગેરસમજ છે કે માતૃભાષામાં ભણનારા અંગ્રેજીમાં નબળા રહેશે અને પરિણામે તેઓને કોલેજ અને આગળની કારકીર્તિદીમાં બધા આવશે કે તકલીફ પડશે અને એ પાછળ રહી જશે. આ ભ્રમણાને તોડી છે આપણી માતૃભાષાની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ, જેનો પોતીકી ભાષા એટલે કે માતૃભાષાનો પાયો પાક્કો એ બીજી કોઇપણ ભાષા પર પ્રભુત્વ સરળતાથી મેળવી શકે છે. એટલે આજના વાલીઓને ખાસ જણાવવાનું કે અંગ્રેજીના ખોટા હાઉ થી ડરીને બાળકોને માતૃભાષાથી અડગા ન કરો.

કોઈ એક જ શાળાની ૧૬ વિદ્યાર્થીનીઓ જ્યારે અંગ્રેજીમાં ૮૫ કે ૮૫ થી વધુ ગુણ એસ.એસ.સી. માં મેળવે અને સૌથી વધુ ગુણ  ૯૪/૧૦૦ હોય તો ગર્વ લેવું જોઈએ કે આપણી માતૃભાષામાં પણ ઉત્તમ અંગ્રેજી શીખવાડાય છે. આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઘાટકોપરની એસ.પી આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ, આ શાળા ૨૦૨૧/૨૦૨૨ માં ઉત્તમ શાળાનો ખિતાબ જીતી છે, હવે આ જ શાળાની ૧૬ વિદ્યાર્થિનીઓએ એમાં અંગ્રેજીમાં આટલા સરસ ગુણ મેળવીને સફળતાની કલગી લગાડી છે.

આ સમાચાર પણ વાંચો:  પોરબંદર : નિરમા ફેક્ટરી અને કોલોનીમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૫ થી વધુ સિક્યુરીટી ગાર્ડને છુટા કરી દેવાતા આક્રોશ

June 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્ર બોર્ડના વિધાર્થીઓ માટે સારા સમાચાર- ધોરણ 10મા- 12માનું પરિણામ જૂન મહિનામાં આ દિવસે થશે જાહેર

by Dr. Mayur Parikh June 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ધોરણ 10મી, 12મી બોર્ડની પરીક્ષા(Board exam) આપનાર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી(Minister of State for Education) વર્ષા ગાયકવાડે(Varsha Gaikwad) બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે સંકેતો આપ્યા છે. 

મંત્રી ગાયકવાડે સંકેત આપ્યા છે કે ધોરણ 12નું પરિણામ(Result of standard 12) જૂન મહિનાના બીજા અઠવાડિયે અને ધોરણ 10નું પરિણામ છેલ્લા અઠવાડિયા સુધીમાં જાહેર થશે.

પરિણામ અંગેની સત્તાવાર તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

મહારાષ્ટ્ર બોર્ડ એસએસસી(SSC), એચએસસીનું(HSC) પરિણામ સત્તાવાર વેબસાઈટ(Official website) mahresult.nic.in પર જાહેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : જપ્ત કરાયેલી મિલકતને લઈને EDએ આ રાષ્ટ્રવાદીના દિગ્ગજ નેતાને આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ- જાણો વિગતે

June 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હાશ!! દસમા અને બારમાના વિદ્યાર્થીઓને મળશે પરીક્ષામાં આના માર્કસ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

મંગળવાર,

SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેને આધારે વધારાના માર્કસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેની માહિતી આપી હતી.
શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે કોવિડ-19ને કારણે સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિને કારણે શાળાના બાળકોનું નિયમિત શિક્ષણ ખોરવાઈ ન જાય તે માટે શાળા શિક્ષણ વિભાગે વિવિધ પગલાં લીધા છે. 

કોરોના નિયંત્રણમાં હોવાથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નિયમિત સ્વરૂપે લેવામાં આવી રહી છે.
માધ્યમિક શાળાઓમાં ધોરણ 10ની  પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમણે ધોરણ સાત અને આઠમાં ધોરણમાં રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, તેને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમના સહભાગને આધારે તેમને વર્ષ 2021-22 માટે રમતગમતના વધારાના ગુણ આપવામાં આવશે. તો 12 ધોરણના વિદ્યાર્થીઓને ધોરણ નવમાં અને દસમામાં વર્ષ 2021-22માં રમતગમતની સ્પર્ધાઓમાં લીધેલા સહભાગને ધ્યાનમાં લઈને વધારાના રમતગમતના ગુણ આપવામાં આવશે એવું  વર્ષા ગાયકવાડે કહ્યું હતું. જોકે શિક્ષણ પ્રધાન ખાસ  સ્પષ્ટતા કરી હતી કે આ છૂટ ફક્ત વર્ષ 2021-22ની પરીક્ષાઓ માટે જ આપવામાં આવી રહી છે.

તો શું મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી દિવસમાં 100 ટકા નિયંત્રણો હળવા થશે? અનલોકને લઈને શું કહ્યું રાજ્યના આરોગ્ય પ્રધાને.. જાણો વિગતે

શૈક્ષણિક નિયમ મુજબ આ વર્ષે બોર્ડની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવવાની છે. જેમાં 12મા ધોરણની પરીક્ષા 20મી ફેબ્રુઆરીની વચ્ચે અને 10મા ધોરણની પરીક્ષા 1લી માર્ચની વચ્ચે શરૂ થાય છે. જો કે, ચાલુ વર્ષે સામાન્ય કરતાં લગભગ બે અઠવાડિયા મોડી પરીક્ષા યોજાઈ રહી છે.

ધોરણ બારમાની લેખિત પરીક્ષા 4 માર્ચ, 2022 થી 30 માર્ચ, 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 14મી ફેબ્રુઆરી 2022 થી 3જી માર્ચ 2022 વચ્ચે યોજાશે. ધોરણ દસમાની  લેખિત પરીક્ષા 15મી માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ  પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 25મી ફેબ્રુઆરીથી 14મી માર્ચ દરમિયાન યોજાશે.

February 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
viral time table of ssc board on social media student could not attend the paper of hindi subject
રાજ્ય

SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે સ્ટેટ બોર્ડે લીધો આ પગલુઃ જાણો વિગત,

by Dr. Mayur Parikh February 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022  

સોમવાર.

આગામી મહિનામાં મહારાષ્ટ્ર રાજ્યમાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. તેથી  સ્ટેટ બોર્ડ દ્રારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજ્ય બોર્ડના સચિવ ડો. અશોક ભોસલેએ એક પરિપત્ર દ્વારા આ માહિતી આપી હતી. રાજ્ય બોર્ડ દ્વારા 12મા ધોરણની પરીક્ષા 4 થી 30 માર્ચ દરમિયાન અને 10મા ધોરણની પરીક્ષા 15 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. રાજ્ય બોર્ડે વાલીઓ, વિદ્યાર્થીઓ અને રાજ્ય બોર્ડ દ્વારા કોરોના વાયરસના ફાટી નીકળવાના પગલે પરીક્ષાઓ લેવા માટે લેવાયેલા પગલાં અંગેની ચિંતાઓને દૂર કરવા માટે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. 

તો આ વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે…. જાણો વિગત

કોવિડ-19ને કારણે રાજ્યમાં શાળાઓ પૂર્ણ સમય ચાલુ રહી શકી નથી. જો કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનને નુકસાન ન થાય તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. 10મું અને 12મું વર્ષ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું વર્ષ હોવાથી, સ્ટેટ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, મહારાષ્ટ્ર દ્વારા રાજ્ય બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે અને પ્રશ્ન જાણી શકે તે માટે વિષય બોર્ડ વિકસાવવામાં આવ્યા છે. પ્રકારો વિદ્યાર્થીઓએ આ ક્વિઝનો લાભ લેવો જોઈએ તેવી અપીલ શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કરી છે

February 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

by Dr. Mayur Parikh January 31, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

 સોમવાર.

મહારાષ્ટ્રમાં SSC  અને HSC બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે પરીક્ષા તેના નિયત સમય મુજબ થશે કે નહીં તેની ચિંતા વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓને સતાવી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 10મા અને 12માની પરીક્ષાઓનો  નિર્ણય લેવામાં આવશે. 

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છતાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતનો અહેવાલ લીધા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેવા માંગતી હોવાનું કહેવાય છે. એટલે 10મી અને 12ની પરીક્ષાઓ ઓફલાઈન લેવા બાબતે 15 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

રવિવારે વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે બોર્ડ, SERTC, શિક્ષક સંઘ, શિક્ષક નિષ્ણાતો અને સ્કૂલના પ્રિન્સીપાલ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે. હાલ જોકે પરીક્ષાઓ સમયસર અને તે પણ ઑફલાઇન જ થશે એવું માનવામાં આવે છે. 

મહારાષ્ટ્ર મહાપાલિકાઓની ચૂંટણી આડે ઓબીસી નું વિઘ્ન? પાલિકાઓ પર નીમાશે પ્રશાસક; જાણો વિગત,

આગામી શૈક્ષણિક વર્ષ સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેથી હવે પરીક્ષા અને અન્ય બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ નિર્ણય લેવામાં આવશે એવી સ્પષ્ટતા પણ વર્ષા ગાયકવાડે કરી હતી. આવતા શૈક્ષણિક વર્ષમાં 11માની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન પદ્ધિતએ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.

બોર્ડ દ્વારા દસમા અને બારમાની બોર્ડની  લેખિત પરીક્ષા અને સંબંધિત ફેરફારો માટે સરકારને રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર બે દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. શિક્ષણ રાજ્યમંત્રી બચ્ચુ કડુએ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખવાની સૂચના આપ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ બોર્ડ દ્વારા રજુ કરાયેલ દરખાસ્તમાં સમયપત્રક મુજબ પરીક્ષા લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોવાનું બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ મીડિયાને જણાવ્યું હતું.

January 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Three errors found in HSC English exam board to consult experts
રાજ્ય

કોરોના ઈફેક્ટ! મહારાષ્ટ્રમાં દસમા અને બારમાની પરીક્ષા આગળ ધકેલાશે? શિક્ષણ પ્રધાન આપ્યો આ સંકેત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 28, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022

શુક્રવાર.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. તેથી HSC અને SSCની પરીક્ષા સમયસર થઈ જાય એવી આશા વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓ રાખી રહ્યા છે ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં માર્ચ 2022માં થનારી દસમાની બોર્ડની અને બારમાની બોર્ડની પરીક્ષાઓ તેના નિયત સમયે નહીં યોજાતા મોકૂફ રહેવાની શક્યતા છે.

શિક્ષણ રાજ્યમંત્રી બચ્ચુ કડુએ તાજેતરમાં થયેલી બેઠકમાં સૂચન કર્યું છે કે માર્ચમાં લેવાનારી 10મા-12ની પરીક્ષા એપ્રિલ માં લેવામાં આવે. 
શાળા શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ નાયબ શિક્ષણ નિયામક સાથેની ઓનલાઈન બેઠકમાં માર્ચમાં 10મી અને 12મીની પરીક્ષાઓ એક મહિના માટે સ્થગિત કરવાનું સૂચન કર્યું હતું.

ગુજરાતમાં નવી એજ્યુકેશન પોલિસી, આ યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં આટલી વાર થઈ શકશે એડમિશન પ્રક્રિયા; જાણો વિગતે  

શાળા બંધ હોવાથી બાળકો અભ્યાસ અને લખવા ટેવાયેલા ન હોવાથી છેલ્લા બે વર્ષથી આ માંગણી કરવામાં આવી હતી. બાળકો માટે લખવાની પ્રેક્ટિસ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા છે, જેના કારણે પરીક્ષામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે અને રાજ્યમાં શાળાઓ અંગે ચાલી રહેલા ઓનલાઈન-ઓફલાઈન કૌભાંડને કારણે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે.

તેથી શિક્ષણ રાજ્યમંત્રી બચ્ચુ કડુએ માર્ચમાં લેવાનારી HSC અને SSCની પરીક્ષા એપ્રિલમાં લેવાનું સૂચન કર્યું હતું. આ ઓનલાઈન બેઠકમાં શિક્ષણ અધિકારીઓ, જૂથ શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી.

January 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Coaching Assistance Scheme : 9229 students from Scheduled Caste and Developing Caste in Gujarat benefited from coaching assistance scheme
રાજ્ય

લાગી જાવ તૈયારીમાં: દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા ઓફલાઇન જ થશે;જાણો વિગત

by Dr. Mayur Parikh January 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨

શુક્રવાર. 

કોરોનાના દર્દીઓની સંખ્યા માં ઉછાળો આવ્યો છે.  દેશમાં કોરોના ની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે, તેથી  હવે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવાશે તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. જો કે, 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનું શક્ય ન હોવાથી મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એક્ઝામિનેશન ઓફલાઈન પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ઓફલાઇન પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી છે. દસમાનું અને બારમાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ ઓફલાઈન પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું છે કારણ કે સરકારે હજુ સુધી બોર્ડને જાણ કરી નથી કે પરીક્ષાઓ ઓનલાઈન લેવી કે ઓફલાઇન લેવી. 

કોરોના સંકટને લઇને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, આ તારીખથી ફિઝિકલ કોર્ટ રહેશે બંધ; જાણો વિગતે

10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ફોર્મ નં.17 ભરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. લેટ ફી સાથે ઓનલાઇન અરજી 12 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રમુખ શરદ ગોસાવીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા ઓનલાઈન લેવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિના સુધીમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

January 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એસ.એસ.સી.બોર્ડ અને એચ.એસ.સી બોર્ડની આ તારીખથી ઓફલાઈન પરીક્ષા થશેઃ બોર્ડે જાહેર કરી તારીખો; જાણો વિગત

by Dr. Mayur Parikh December 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021

શુક્રવાર. 

કોરોના મહામારીને કારણે ગયા વર્ષે બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેથી આ વર્ષે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે જ વાલી પણ ચિંતિત હતા. જોકે આ વર્ષે ઓફલાઈન પદ્ધતિએ જ પરીક્ષા લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના જોખમને જોતા આ વર્ષે પહેલાથી અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

 ગુરુવારે એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે એસ.એસ.બોર્ડ અને એચ.એસ. બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. ચાલુ શૈક્ષણિક વર્ષની એચ.એસ.સી બોર્ડની લેખિત પરીક્ષા ચોથી માર્ચ 2022થી સાતમી એપ્રિલ, 2022 દરમિયાન રહેશે. બારમાની પ્રેકટીકલ અને ઓરલ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ દરમિયાન થશે તો  એસ.એસ.સી બોર્ડની પરીક્ષા ઓરલ અને પ્રેકટીકલ્સ 25 ફેબ્રુઆરીથી 14 માર્ચ રહેશે. 15 માર્ચ 2022થી 18 એપ્રિલ, 2022 સુધી રહેશે.

પેપર પર્ટન અને ઈવોલ્યુશન પદ્ધતિએ એજ્યુકેશન બોર્ડની અમલમાં રહેલી પદ્ધતિ મુજબ થશે. બારમાની પરીક્ષાનું રિઝલ્ટ જૂનના પહેલા અને બીજા અઠવાડિયામાં તો દસમાનું રિઝલ્ટ જુલાઈના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જાહેર થશે એવી જાહેરાત એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કરી છે.

આને કહેવાય ભાઈચારો. શહીદ સૈનિકની બહેનના લગ્ન સાથી સૈનિકોએ કરાવ્યા
 

December 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

નવમા ધોરણમાં મહેનત ન કરનાર વિદ્યાર્થીઓ પસ્તાયા; જયારે નવમા ધોરણમાં પણ ગંભીરતાથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ લાભ ખાંટી ગયા

by Dr. Mayur Parikh July 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

મંગળવાર

એકંદરે વિદ્યાર્થીઓમાં એક ચીલો ચાતરેલો જોવા મળે છે કે નવમા ધોરણ સુધી મજા કરો અને દસમા ધોરણમાં ગંભીરતાથી ભણી લો. હવે આવા વિદ્યાર્થીઓને પસ્તાવાનો વારો આવ્યો છે અને જે વિદ્યાર્થીઓએ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો હતો. તેઓને દસમામાં ખૂબ ફાયદો થયો છે. કોરોનાને કારણે રાજ્ય ઉપરાંત CBSE અને ICSE બોર્ડે દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરી હતી. વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એસેસમેન્ટ અને નવમા ધોરણના પરિણામને આધારે ગુણ આપવામાં આવ્યા હતા.

આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા આ વર્ષે મહારાષ્ટ્રમાં ગુજરાતી માધ્યમની બોર્ડ ટોપર અને અસ્પી નૂતન વિદ્યામંદિરની વિદ્યાર્થીની જાનવી ચુડાસમાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “દરેક ધોરણનું પોતાનું મહત્ત્વ છે અને દર વર્ષે અભ્યાસમાં મહેનત કરવી ખૂબ જ આવશ્યક છે. મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી. તેનું ફળ કોઈને કોઈ રીતે મળે જ છે.” નોંધનીય છે કે જાનવીને આ વર્ષે SSCમાં ૯૮.૪% ગુણ મળ્યા છે.

BCCIએ જાહેર કર્યો IPL પાર્ટ-2નો કાર્યક્રમ, કઈ ટીમ કઈ જગ્યાએ કેટલી મૅચ રમશે? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ICSE બોર્ડમાં ૯૬.૩૩% મેળવેલ ઠાકુર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી તીર્થ ગાલાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “વિદ્યાર્થીઓએ કોઈપણ પરીક્ષા આપતી વખતે દુર્લક્ષ્ય સેવવું જોઈએ નહિ, પરંતુ પરીક્ષામાં પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

આ સંદર્ભે વાતચીત કરતા બોરીવલીની આર.સી. પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કલ્પના દવેએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આઠમું અને નવમું ધોરણ SSCનો પાયો છે. જો પાયો જ કાચો જ રહી જશે તો વિદ્યાર્થીઓને આગળ જતા ખૂબ નુકસાન થશે.” તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે પાંચથી નવ ધોરણમાં વિદ્યાર્થીઓએ ભણતર અને ઘડતર સાથે કરવાનું હોય છે. તેથી વિદ્યાર્થીઓએ પોતાનો પાયો કાચો ન રહે તે બાબતે ખૂબ સતર્ક રહેવું જોઈએ.

July 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક