Uttarakhand: ઉત્તરાખંડ જાવ છો તો સાવધાન થઈ જાવ! જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.. જાણો શું છે આ નિયમ..

Be careful if you go to Uttarakhand! If you don't follow this rule you may have to pay heavy fine.. Know what this rule is..
Be careful if you go to Uttarakhand! If you don't follow this rule you may have to pay heavy fine.. Know what this rule is..

 News Continuous Bureau | Mumbai

Uttarakhand: દેશમાં ઘણા રાજ્યોમાં હાલ વરસાદની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો પર્યટન સ્થળોએ ( tourist places ) જવાનું વિચારે છે. આટલું જ નહીં આ સિઝનમાં મોટાભાગના લોકો ઉત્તરાખંડ જવાનું પસંદ કરે છે. અહીં જોવા જેવી ઘણા સ્થળો છે, જેમ કે ઊંચા પહાડો, ખીણો, લીલાછમ જંગલો, ઘાટ વગેરે. ઉત્તરાખંડમાં ફરવા જેવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો તેમની ટ્રિપને યાદગાર બનાવી શકે છે. 

તેથી તમે તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથે ઉત્તરાખંડની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો. અહીં તમને માત્ર એક નહીં પરંતુ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાનો મોકો મળશે. ઉત્તરાખંડમાં, ટ્રેકિંગ, બંજી જમ્પિંગ, રાફ્ટિંગ સાથે, તમે ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો. પરંતુ ઉત્તરાખંડના પ્રવાસે જતા પહેલા તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. 

Uttarakhand: દરેક પ્રવાસી અને શ્રદ્ધાળુએ પોતાના વાહનમાં ડસ્ટબિન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઘણીવાર પર્યટનમાં જતા સમયે લોકો મેડિકલ બોક્સ, હવામાનને અનુરૂપ કપડાં, મેકઅપ કીટ વગેરે જેવી વસ્તુઓ પોતાની સાથે રાખે છે. પરંતુ હવે તમારે ઉત્તરાખંડ જતા પહેલા તમારી (Tourist Car ) કારમાં ડસ્ટબીન  અથવા ગાર્બેજ બેગ ( Garbage bag ) પણ રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકારે ( Uttarakhand Government ) એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ઉત્તરાખંડ આવતા દરેક પ્રવાસી ( Uttarakhand tourists )  અને શ્રદ્ધાળુએ પોતાના વાહનમાં ડસ્ટબિન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  CRPF : પ્રધાનમંત્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

આટલું જ નહીં, ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ અને મધ્ય પ્રદેશના પરિવહન કમિશનરને પણ પત્ર લખીને આ અંગેની જાણકારી આપી છે. મતલબ કે હવે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોઈપણ મુસાફર ઉતરાખંડના રસ્તા પર કચરો નહીં ફેંકી શકે. મળતી માહિતી મુજબ, જો કોઈ પ્રવાસી અથવા કોઈપણ વાહન નિયમોનું પાલન નહીં કરે તો તેના પર દંડ વસૂલવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે આ નિયમ લાગુ કર્યો છે જેથી લોકો રાજ્યની સ્વચ્છતા અને સુંદરતા જાળવી શકે.

Uttarakhand: વાહનોને ટ્રિપ કાર્ડ આપતા પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે કારમાં ડસ્ટબિન અથવા કચરાપેટી છે કે નહીં….

જ્યારથી ચારધામ મંદિરના ( Chardham temple ) દરવાજા ખુલ્યા ત્યારથી મોટાભાગના ભક્તો દર્શનની ઉતાવળમાં સ્વચ્છતાનું ધ્યાન રાખી શક્યા ન હતા. અહેવાલો અનુસાર, વાહનોને ટ્રિપ કાર્ડ આપતા પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે કારમાં ડસ્ટબિન અથવા કચરાપેટી છે કે નહીં. ત્યાર બાદ જ ટ્રીપ કાર્ડ આપવામાં આવશે. તમને ટ્રાવેલ કાર્ડ ઓનલાઈન અને રાજ્યના એન્ટ્રી પોઈન્ટ બંને પર મળશે. આ માટે, તમામ વાહન માલિકોએ માન્ય આરસી, વીમા કાગળ, ફિટનેસ પ્રમાણપત્ર, પ્રદૂષણ પ્રમાણપત્ર અને માન્ય પરમિટ બતાવવાની રહેશે. માહિતી અનુસાર, આ પ્રક્રિયા તમામ મુસાફરોને કચરો ફેંકવાથી રોકવામાં મદદ કરશે.

જો તમે પણ ઉત્તરાખંડ ( Uttarakhand Travel ) અથવા ચાર ધામની યાત્રા માટે ઘરેથી નીકળી રહ્યા છો, તો તમે જે વાહનમાં આવો છો તેમાં તમારી બેગમાં કચરાની થેલી અથવા ડસ્ટબીન રાખવું ખૂબ જ જરૂરી છે. તેણે ગેરકાયદેસર કચરો ડમ્પિંગ અટકાવવા નિયમો રજૂ કર્યા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખો અને પછી જ ઉત્તરાખંડના પ્રવાસે નીકળો.

આ સમાચાર પણ વાંચો  :  August 2024 Grah Gochar: ઓગસ્ટમાં મંગળ અને શુક્ર સહિત 4 મોટા ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓ પર અસર થશે.. જાણો વિગતે..

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!