News Continuous Bureau | Mumbai
Parliament House :
- સંસદમાં ( Parliament ) સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષના ( opposition ) ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ( Union Home Ministry ) મોટો નિર્ણય લીધો છે.
- ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે.
- મહત્વનું છે કે અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાનો ( Delhi Police personnel ) સંસદની સુરક્ષા સંભાળતા હતા.
- સંસદની સુરક્ષામાં ખામીઓને લઈને વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
- CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ ( CAPF ) નો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રોમાં સંસ્થાઓનું રક્ષણ કરે છે..
આ સમાચાર પણ વાંચો : Covid19: કોરોનાની ફરી મોટી લહેરનો ડર! દેશના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી એલર્ટ..