News Continuous Bureau | Mumbai
IND Vs SA 3rd ODI :
- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતનો વિજય થયો છે.
- ભારતે ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 78 રને વિજય મેળવ્યો છે.
- આ સાથે ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે.
- સંજુ સેમસનની સદી (108) અને તિલક વર્માની અડધી સદી (52) બાદ અર્શદીપ સિંહની ચુસ્ત બોલિંગની મદદથી ભારત મેચ જીત્યું છે.
- આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાએ જીતેલી આ બીજી વન-ડે સિરીઝ છે. આ પહેલાં 2018માં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની આગેવાનીમાં પહેલીવાર વન-ડે સીરીઝ જીતી હતી.
- હવે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા ત્યાં અત્યાર સુધી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : Dry skin : શિયાળામાં શુષ્ક થતી તમારી ત્વચાને બચાવો, અપનાવો આ સરળ 5 ટિપ્સ..